Home / Gujarat / Gir Somnath : locals suffer huge losses as people from other states fish in modern ways

ગીર સોમનાથમાં માછીમારોના 'રાતાપાણી', અન્ય રાજ્યના લોકો આધુનિક રીતે માછીમારી કરતા સ્થાનિકોને ભારે નુકસાની

ગીર સોમનાથમાં માછીમારોના 'રાતાપાણી', અન્ય રાજ્યના લોકો આધુનિક રીતે માછીમારી કરતા સ્થાનિકોને ભારે નુકસાની

ગીર સોમનાથ જિલ્લો ભૂતકાળમાં માછીમારોનું હબ ગણાતો હતો તે જિલ્લામાં હાલ માછીમારો નુકસાનીનો ધંધો કરી રહ્યા છે. આ કોઈ કુદરત સર્જિત સમસ્યા નથી, પરંતુ આ માનવસર્જિત સમસ્યા હોવાના માછીમારોએ આક્ષેપ લગાવ્યા છે. ભૂતકાળમાં સમૃદ્ધમાંથી વિપુલ માત્રામાં માછીમારીને કારણે સમગ્ર દેશમાં વેરાવળ બંદર અવ્વલ નંબરે ગણાતુ હતું. પરંતુ કાળક્રમે હાલ આધુનિક ઢબે "લાઈટ ફિશિંગ" અને "લાઈન ફિસિંગ" કરાતું હોવાના કારણે મોટા મોટા વિદેશી હાર્બરોથી નાનામાં નાની માછલી કે જે હજુ વિકાસ પણ ન પામી હોય તેને પકડી લેવાય છે. તેમાં બહારના રાજ્યોના લોકો આવીને ટન જેના કારણે સ્થાનિક માછીમારોને ભારે મહેનત બાદ પણ દરિયામાંથી માછલીઓ મળતી નથી, અને પોતે ખોટનો ધંધો કરવા લાચાર બને છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માછીમારીની એક ટ્રીપમાં આશરે 5 લખનો ખર્ચ થાય છે

દરીયામાં જતી એક ફિશિંગ બોટ માટે બોટના માલિકે ચારથી પાંચ લાખનો ખર્ચ એક ટ્રીપ માટે કરવો પડે છે. જેમાં હજારો લિટર ડીઝલ, બરફ, 5થી 6 ખલાસીઓ, તેમના રાશન, જે 15થી 20 દિવસે દરિયામાંથી પરત આવે ત્યારે ચારથી પાંચ લાખનો ખર્ચ થાય છે. હાલ સ્થિતિ એ છે કે, ચારથી પાંચ લાખનો ખર્ચ કર્યા બાદ બોટ ફિશિંગ કરી દરિયામાંથી પરત આવે ત્યારે બેથી ત્રણ લાખની માછલીઓ મળી શકે છે. જેના કારણે દરેક બોટ માલિકોને દોઢથી બે લાખની નુકસાની ભોગવવી પડી રહી છે.

સરકાર કડક પગલા અને યોગ્ય મદદ કરે તો જ માછીમારીનો ધંધો ચાલે

માછીમારો કહી રહ્યા છે કે, આ અમારા બાપ દાદાનો પરંપરાગત ધંધો છે. જેથી અમે બીજા ધંધા બાબતે કંઈક કરી કે વિચારી પણ ન શકીએ, અમારી આજીવિકા માછીમારી જ છે. ત્યારે આધુનિક ઢબે થતું લાઈટ ફિશિંગ અને લાઈન ફિશિંગ જે ગેરકાયદેસર છે, તેને સરકાર દ્વારા કડકાઈથી બંધ કરાવાય તો અમારો ધંધો ચાલી શકે. વધુમાં સરકાર દ્વારા ડીઝલ સબસીડી અને માછલીઓની રાખવાની સાવચેતી અને નિકાસ બાબતે જો સરકાર માછીમારોની મદદથી આવે તો જ માછીમારીનો ધંધો અમે કરી શકીશું. બાકી હાલ સીઝનમાં પણ અનેક બોટો દરિયા કિનારે ઉભી છે. જેનું કારણ આર્થિક સમસ્યા અને અને સરકારની યોગ્ય મદદના અભાવે અમે પરેશાન છીએ. જો સરકાર યોગ્ય સહાય અને મદદ કરે તો જ આ ધંધો ચાલી શકે તેમ છે.

Related News

Icon