Home / Gujarat : Contractor responsible for bumpy road, order to repair immediately

Gujarat news: ખખડધજ રસ્તા માટે કોન્ટ્રાકટર જવાબદાર, તાત્કાલિક સમારકામ કરવા આદેશ

Gujarat news: ખખડધજ રસ્તા માટે કોન્ટ્રાકટર જવાબદાર, તાત્કાલિક સમારકામ કરવા આદેશ

Gujarat news: ગુજરાતમાં હાલ ગામડું-નગર, મહાનગરના રોડ, સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે આ તમામ પૈકીના મોટાભાગના હાલ ખખડધજ થઈ ગયા છે. ચોમાસા દરમિયાન ઉબડખાબડ રસ્તા અને સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી છે. નાગરિકોના આ રોષ સામે સરકાર આખરે જાગી છે અને રસ્તાની તાકીદે મરામત શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અલબત્ત આ આદેશનું કેટલું અને કેવી ગુણવત્તા સાથે પાલન થાય છે તે પણ મોટો સવાલ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજાઈ હતી

ગુજરાતમાં ચોમાસાને કારણે રોડ-રસ્તા, પુલો, હાઇવેની સ્થિતિને લઈને સરકારની ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજાઈ હતી. જેમાં જે કામોને ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેવા કામની કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત મીટિંગમાં એવા આદેશ પણ આપવામાં આવ્યા છે કે ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટરને કામ આપો, નાણાની કમી નથી પણ કામો યોગ્ય અને ટકાઉ થવા જોઈએ. 

આજે મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો-પુલ-હાઈવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. જેના અનુસાર 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરીને તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. બીજી તરફ એનએચએઆઇના અધિકારીઓએ આ મીટિંગમાં કહ્યું કે, 'આ વર્ષે ચોમાસામાં નેશનલ હાઈવેને જે 83 કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામતકામ પૂર્ણ થયું છે જ્યારે બાકીના 25 કિલોમીટરમાં કામ તાકીદે પૂર્ણ કરાશે.'

રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ પરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ એમણે સૂચવ્યું હતું.

રોડ માટે 107 કરોડ રૂપિયા અગાઉથી જ ફાળવી દેવાયા હતા

ચોમાસા દરમિયાન ગુજરાતના રસ્તા ખખડધજ થશે તેવી સરકારને દૂરંદશીથી અગાઉથી જ જાણ હતી. જેના કારણે ગયા મહિને જ 149 નગરપાલિકાને રોડ રસ્તાના કામ માટે 107 કરોડ રૂપિયા ફાળવી દીધા હતા. જોકે, કોઈ પણ મહાનગરપાલિકા, નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી નહીં અને જેના કારણે લોકોને હાલ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતના 136 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ

ગુજરાતના 136 રસ્તા હાલ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં 8 સ્ટેટ હાઈવે, 120 પંચાયત માર્ગ, છોટા ઉદેપુરના 1 નેશનલ હાઈવે અને 7માર્ગનો સમાવેશ થાય છે.

Related News

Icon