ગુજરાતમાં આજે એટલે બુધવાર, 9 જુલાઈ 2025ના રોજ સવારે બ્રિજ તૂટી પડવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહનો નદીમાં ખાબક્યા હતાં. પુલ તૂટવાની દુર્ઘટના સર્જાયા બાદ મહિલા પણ નદીમાં ખાબકી હતી. જે બાદ મહિલાએ બચાવ માટે આજીજી કરીને કહ્યું કે 'મારા દીકરાને બચાવી લો'.