સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં આજે (28 જૂન) સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં ધોધમાર વરસાદને પગલે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ છે. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે. જેમાં 11 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

