Gujarat Rain News: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસે જણાવ્યું હતું કે, 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શક્યતા છે. આજે અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અતિભારે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.

