
Gujarat Weather News: ગુજરાતમાં ડબલ ઋતુના વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વિજ્ઞાની પ્રદીપ શર્માએ આગાહી આપતાં જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ સુધી રાજ્ય વરસાદ પડવાની શક્યતા છે. માછીમારોને કાલ સાંજ સુધીમાં પાછા ફરવાનું જણાવવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેસર બન્યું છે. આવતી કાલ સાંજ સુધી તેનું ડિપ્રેશન બની શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવની વર્તાઈ રહી છે.