Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરતમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

