Home / Gujarat : Heavy rains forecast across the state from June 10 to 14

VIDEO/ Gujarat હવામાન વિભાગ દ્વારા 10થી 14 જૂન રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather News: ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસ દ્વારા આગાહી આપત જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન પસાર થતા ભારે વરસાદની આગાહી

નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમ જ તાપી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે.

Related News

Icon