Home / Gujarat : 25 thousand Jains chant Navkar Mantra together in Ahmedabad, creating a record

નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં 25 હજાર જૈનોએ એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવ્યો રેકોર્ડ

નવકાર મહામંત્ર દિવસ: અમદાવાદમાં  25 હજાર જૈનોએ એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવ્યો રેકોર્ડ

વિશ્વ કલ્યાણ સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત વિશ્વ નવકાર મહામંત્રના કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્ત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યુ. આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

18 રાજ્યોના વિવિધ શહેરોમાં નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યુ

વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું ગુજરાત ઉપરાંત દેશના 18 રાજ્યોના વિવિધ શહેરોમાં નવકાર મંત્રનું પઠન કરવામાં આવ્યુ.જેમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ નવકાર મંત્રજાપનુ આયોજન કરાયુ હતુ. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,  હર્ષ સંઘવી  તમામ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહ્યા. ગચ્છાધિપતિ, આચાર્ય, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા.

6000થી વધુ દેરાસર અને સ્થાનક પર લાઇવ પ્રસારણ

GMDC ખાતેના આયોજનમાં રાજકીય નેતાઓ તેમજ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈઠ ગઈ છે. જ્યાં પહોંચવા માટે 450 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

GMDC ગ્રાઉન્ડમાં 450થી વધુ કળશ મૂકવામાં આવ્યા છે. કાર્યક્રમ પહેલાં શહેરમાં કળશ યાત્રા કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કરશે. 25 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત 100 થી વધારે અનુષ્ઠાન અને 6000 થી વધુ દેરાસર અને સ્થાનક પર તેનું લાઇવ પ્રસારણ થઈ રહ્યું છે.

Related News

Icon