
ગુજરાતના પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ગામોના ખેડૂતોને ખેતી માટે પાણીની સમસ્યા મહદઅંશે પૂર્ણ થશે. પ્રાથમિક માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા,ગોધરા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 44થી વધુ ગામના 70 તળાવોને પાનમ કેનાલ આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજના અંતર્ગત ભરવામાં આવશે.
રવિ સીઝનમાં અંદાજીત ચાર હજાર જેટલા ખેડૂતોને ખેતીનો લાભ મળ
પાનમ કેનાલ આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાયોજનાથી રવિ સીઝનમાં અંદાજીત ચાર હજાર જેટલા ખેડૂતોને ખેતીનો લાભ મળશે. તમામ તળાવોમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. જેનાથી બંને જિલ્લાની ૮૫૦૦ હેક્ટર જમીનને લાભ મળશે
ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે અને સિંચાઈ માટે પાણીની સુવિધા મળશે
સાથે સાથે જ ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે અને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહેશે. આ અંગે પાનમ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેર રાહુલ રાઠોડે જણાવ્યું હતું કે પંચમહાલ અને મહીસાગર જીલ્લાના અંદાજીત ૭૦ જેટલા તળાવો ભરવાની યોજના પ્રગતિ હેઠળ છે. જેમાં ગત વર્ષથી તમામ ૭૦ તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,જેનાથી બંને જીલ્લાની ૮૫૦૦ હેક્ટર જમીનને લાભ મળશે.