
નવી શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ જ નહીં પણ ચિત્ર, વ્યાયમ, સંગીત અને રમત ગમત જેવી ઈત્તર પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા ભાર વિનાના ભણતરનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેના ભાગ રૂપે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે. બેગલેસ ડેની મોટા ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી છે, ગુજરાતમાં શિક્ષણ વિભાગ કેલેન્ડર મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આજે પણ 40 હજાર જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે.
ચિત્ર, સંગત અને વ્યાયમ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી
છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધુ સમય ચિત્ર, સંગત અને વ્યાયમ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. હવે સવાલ એ છે કે બેગલેસ ડેના દિવસે વિદ્યાર્થીઓને ચિત્ર, સંગીત કોણ શીખવશે? રાજ્યની 6921 પ્રાથમિક શાળાઓ એવી છે જેમાં રમત ગમતના મેદાન જ નથી. કેટલીય શાળાઓ શોપિંગ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે.
આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષકો વિના વિદ્યાર્થીઓને વ્યાયમ પ્રવૃતિ કોણ કરાવશે. શાળાઓમાં ચિત્ર, સંહીત, વ્યાયામની પ્રવૃતિઓ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, શિક્ષકો ઉપલબ્ધ નથી તો બેગલેસ ડે કેવી રીતે અસરકારક થશે, તે એક મૂંઝવાતો સવાલ છે. પ્રવોશોત્સવના નામે તાયફા કરતી સરકાર શિક્ષકોની ભરતીનો ઉત્સવ ક્યારે કરશે?