Home / Gujarat : After the order of the DGP, the police demolished the houses of habitual criminals

રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પોલીસ સફાળી જાગી, રીઢા ગુનેગારોના મકાન પર ફર્યા બુલડોઝર

રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પોલીસ સફાળી જાગી, રીઢા ગુનેગારોના મકાન પર ફર્યા બુલડોઝર

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ કોઈક ને કોઈક દેશી દારૂના અડ્ડા ચલાવનાર અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળે છે. તેટલું જ નહીં પરંતુ કાયદા અને પોલીસને પડકાર ફેંકનાર અસામાજિક તત્વોના આતંકને લઈને અવાર નવાર વીડિયો સોશિયલ મીડિયામાં આવતા રહે છે. જેમાં હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે રાજ્યની પોલીસ સફાળી જાગી હોય તેમ રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું મિશન શરૂ કર્યુ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેવામાં રાજ્યમાં વધી રહેલી આ ગુનાખોરીને ડામવા DGP દ્વારા દરેક જિલ્લા દીઠ અસામાજિક તત્વો અને ગુંડાઓની યાદી બનાવવાના આદેશ આપવામાં આવ્યાં હતા. જેને પગલે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવા મોટા જિલ્લાઓના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોના લિસ્ટ જાહેર કરવામાં આવ્યાં હતા. આદેશ અનુસાર તમામ ગુનેગારોના ઘર અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા બુલડોઝરની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદમાં મહિલા બુટલેગરના મકાન પર ફર્યું બુલડોઝર

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અસામાજિક તત્વોના વધતાં જતા તોફાનને મામલે એક બાદ એક પોલીસ સ્ટેશનની કાર્યવાહી સામે આવી રહી છે. તેવામાં સરદારનગર પોલીસની બુટલેગર પર મોટી કાર્યવાહી કરવામાં આવી. કુબર્નગરમાં બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બુટલેગર મંજુબેન કનુભાઈ ઠાકોરના મકાન પર કાર્યવાહી કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા AMCની ટીમને સાથે રાખી બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી.

સંસ્કારી નગરી વડોદરામાં શહેર પોલીસની કાર્યવાહી 

સંસ્કારી નગરી વડોદરામાં પણ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દારૂનો ધંધો કરતાં બુટલેગર પર બુલડોઝર દ્વારા કરાઈ કાર્યવાહી. વડોદરાના જવાહરનગર વિસ્તારના ગંગાનાગર કેનાલ રોડ પર દારૂનો ધંધો કરતો બુટલેગર ચંદ્ર સિંહ ઉર્ફે મુન્ના પરમારનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું. વડોદરા પોલીસ દ્વારા નગરપાલિકાની ટીમને સાથે રાખી બુટલેગરના ગેરકાયદેસરનું દબાણ દૂર કરવાની કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ કમિશનરના આદેશ મુજબ ગઈકાલે જ તમામ બુટલેગરોને સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.  રાજ્ય પોલીસ વડાના ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહીના આદેશને પગલે શહેર પોલીસ સક્રિય થઈ 100 કલાકમાં ગુનેગારો સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. કોઈ બુટલેગરના મકાન પર બુલડોઝર ફર્યું હોય તેવી વડોદરામાં પ્રથમ ઘટના બની છે. 

ગાંધીનગરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશની અસર

ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશની અસર જોવા મળી. રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર પોલીસે 7612 આરોપીઓની યાદી તૈયાર કરી. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સંબંધી ગુનેગારો, 958 મિલકત સંબંધી ગુનેગારો, 179 માઈનિંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. જેમાં અમદાવાદના 25, ગાંધીનગરના 6, વડોદરાના 2, સુરતના 7 અને મોરબીના 12 સહિતના કુલ 59 લોકો સામે પાસા કરવામાં આવ્યા. ૧૦ આરોપીઓને હદપાર કરવામાં આવ્યા તથા 724  લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા. ૧૬ ગેરકાયદેસર મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યુ. 81 વીજચોરી કરતાં કનેક્શન દૂર કરવામાં આવ્યાં. આવનારા દિવાસોમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવશે. 

અમીરગઢમાં ત્રણ ગુનેગારોના દબાણ કરાયા દૂર

રાજ્યમાં રીઢા ગુનેગારો અસામાજીક તત્વો જે વારંવાર ગુનાને અંજામ આપતા હોય છે તેવા ગુનેગારોને પકડવા રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ આપતા પોલિસ દ્રારા ગુનેગારો ને પકડવા હેતુ અથાગ પ્રયાસ કરવામાં આવી રહયાં છે. આ છતાં પણ રીઢા ગુનેગારો પકડમાં ન આવી નાસતા ફરતા છે તેઓના ગેરકાયદેસર દબાણો ઉપર પોલીસની તવાઈ કરવામાં આવતાં ગુનેગારોના દબાણો તોડવામાં આવી રહ્યા છે. નેશનલ હાઇવેને સાથે રાખી અમીરગઢ પોલિસ દ્વારા આવા ત્રણથી વધુ દબાણો તોડવામાં આવ્યા છે અને હજુ ઘણા ગુનેગારોની તપાસ કરવામાં આવી રહી છે. અમીરગઢમાં આવા 25 જેટલાં ગુનેગારોની યાદી હાલ પોલીસ પાસે છે. 

અમરેલીમાં પોલિસતંત્રના તોફાની તત્વો સામે દિવસભર દરોડા

અમરેલી જિલ્લામાં પણ તોફાની તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે દિવસ ભર પોલીસ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા. SP સંજય ખરાતના સીધા સુપરવિઝન હેઠળ રેતી માફિયા ગેરકાયદેર પ્રવૃત્તિઓ સામે ગુન્હા તાત્કાલિક નોંધવા આદેશ કરવામાં આવ્યા. અમરેલી તાલુકામાં રેતીના સ્ટોક રજીસ્ટ્રેશનધારકો પર તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. તાલુકા પોલીસ ટીમની હાજરીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોક રજીસ્ટેશનનું ચેકીંગ અને માપણી શરૂ કરી હતી. રાજુલા જાફરાબાદ પંથક તોફાની તત્વોના રહેણાંક વિસ્તારમાં રાજુલા પોલીસ અને PGVCL ટીમો સાથે ચેકીંગ હાથ ધરાયું હતું. રાજુલામાં 5 ગેરકાયદેસર અને જાફરાબાદ તાલુકાના લૂણસાપુરમાં 1 ગેરકાયદેસર વીજળી કનેક્શન કટ કરવામાં આવ્યાં હતા. ગેરકાયદેસર કનેક્શન મામલે કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Related News

Icon