Home / Gujarat / Ahmedabad : 1147 mosques and dargahs in Ahmedabad

Ahmedabad news: અમદાવાદમાં 1147 મસ્જિદ અને દરગાહ, 85% વક્ફ સંપત્તિઓમાં કોઇ મેનેજમેન્ટ જ નથી!

Ahmedabad news: અમદાવાદમાં 1147 મસ્જિદ અને દરગાહ, 85% વક્ફ સંપત્તિઓમાં કોઇ મેનેજમેન્ટ જ નથી!

 કેન્દ્ર સરકાર દ્વારા વક્ફની સંપત્તિ મુદ્દે નવો સુધારા કાયદો લાવવામાં આવ્યો તેનો વિવાદ ચગેલો છે અને બીજી તરફ ગુજરાતમાં વક્ફની સંપત્તિઓ યોગ્ય વહિવટ અને વ્યવસ્થાના અભાવે ખસ્તાહાલ છે. તેમાંય અમદાવાદની સ્થિતિ સાવ કફોડી છે. તાજેતરમાં આવેલા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં કુલ 1147 મસ્જિદ અને દરગાહ છે, તેમાંથી 85% સંપત્તિઓમાં યોગ્ય મેનેજમેન્ટ જ નથી અને તેના કારણે વક્ફની સંપત્તિઓ પર જે આવક થાય છે પણ તે વક્ફમાં નહીં પણ વગદારોના ખિસ્સામાં જાય છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં 30% સંપત્તિ એકલા ગુજરાતમાં જ છે 

સરકારી બાબુઓ, સમાજના કહેવાતા ઠેકેદારોના મેળાપીપણામાં આ બધું ગોઠવાયેલું તંત્ર ચાલે છે અને સામાન્ય લોકોની તેના તરફ નજર જતી નથી અને કોઈ પુછનાર કે કહેનાર પણ નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવેલી કુલ 45,358 વક્ફ સંપત્તિમાંથી લગભગ 30 ટકા એટલે કે 13,537 વક્ફ સંપત્તિ એકલા અમદાવાદ શહેરમાં જ છે. રસપ્રદ વાત એ છે કે, આ પૈકી 11,499 એટલે કે લગભગ 85 ટકા વક્ફ સંપત્તિઓના વહીવટ માટે કોઈ વ્યવસ્થા જ નથી તેથી આ સંપત્તિઓમાંથી કોઈ આવક થતી નથી કે લોકોના ભલા માટે વપરાતી નથી. 

ગુજરાતમાં વક્ફ સંપત્તિઓ પર નજર રાખવા માટે સ્ટેટ વક્ફ બોર્ડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 705 મસ્જિદો અને 429 દરગાહ, મઝાર કે મકબરા છે જ્યારે અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં 9 મસ્જિદો અને 4 દરગાહ, મઝાર કે મકબરા છે. 

આમ અમદાવાદ શહેરમાં કુલ 714 મસ્જિદો અને 433 દરગાહ, મઝાર કે મકબરા છે. આ પૈકી મોટા ભાગની સંપત્તિઓ પર અસામાજિક તત્ત્વો અથવા મુસ્લિમ સમાજના કહેવાતા વગદાર લોકોનો કબજો છે. આ લોકો બારોબાર ભાડાની કે બીજી આવક ચાઉં કરી જાય છે અને વક્ફ બોર્ડમાં જમા કરાવતા જ નથી. ગુજરાતમાં વક્ફ સંપત્તિઓ પર નજર રાખવા માટે સ્ટેટ વક્ફ બોર્ડ છે પણ વક્ફ બોર્ડ કશું કરતું નથી. 

Related News

Icon