
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. સામાન્ય વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગની પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ સિવાય રમત ગમત, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, જેલ વિભાગોની પ્રશ્નોતરી થઇ હતી. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતા બાબતોની માંગણીઓ પર ચર્ચા તેમજ જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્રાફિસ પોલીસમાં ખાલી જગ્યા વિશે સવાલ કરતાં સરકારે સ્વીકાર્યું કે ટ્રાફિક પોલીસની 1700થી વધુ જગ્યા ખાલી પડી છે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં 1709 જગ્યા ખાલી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાં પૂછેલા સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું કે, અમદાવાદમાં હાલની સ્થિતિ એ ટ્રાફિક પોલીસમાં 1709 જગ્યાઓ ખાલી હોવાનો સ્વીકાર કર્યો છે. સાથે જણાવ્યું કે, ગાંધીનગર શહેરમાં ટ્રાફિક પોલીસમાં એક પણ જગ્યા ખાલી નથી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસમાં કુલ 3484 મંજૂર જગ્યાની સામે 1709 ખાલી જગ્યા પડી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસમાં બદલી- બઢતી અને વય નિવૃત્તિ તેમજ અવસાનના કારણે જગ્યાઓ ખાલી પડી છે.