
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 19 વર્ષના એક યુવક પર ચાકુ વડે હુમલો થયો હતો, જેમાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટના પાછળનું કારણ સામાન્ય બાબત હોવાનું સામે આવ્યું છે. ગાળો બોલવાની ના પાડવાની સામન્ય બાબતે ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું હતું.
બાપુનગર વિસ્તારમાં 19 વર્ષના યુવકની હત્યા કરનાર જયસિંહ, હર્ષદ સોલંકી, ભદ્રેશ સોલંકી, હિંમત સોલંકી અને ગણપત સોલંકીની પોલીસે અટકાયત કરી છે. વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી નામના યુવાનની હત્યા કરી છે.
19 વર્ષના યુવાન પર 5 શખ્સોએ ચપ્પાથી કર્યો હુમલો
ઉશ્કેરાટમાં આવીને 5 શખ્સોએ મળીને આ 19 વર્ષના યુવાન પર હિચકારી હુમલો કર્યો હતો. યુવાનને આ પાંચ શખ્સેએ એક પછી એક છરીના ઘા માર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ બાપુનગર પોલીસને થઈ હતી. પોલસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો
પોલીસે મૃતકના મૃતદહેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. હત્યાનો ગુના દોખલ કર્યા બાદ પાંચ લોકોની અટકાયત કરી હતી.,