Home / Gujarat / Ahmedabad : 22 vehicles detained by Ahmedabad Odhav police burnt

અમદાવાદ ઓઢવ પોલીસે ડિટેઇન કરેલા 22 વાહનો બળીને ખાક, વહેલી સવારે બ્રિજ નીચે મૂકેલા વાહનોમાં ભભૂકી હતી આગ

અમદાવાદ ઓઢવ પોલીસે ડિટેઇન કરેલા 22 વાહનો બળીને ખાક, વહેલી સવારે બ્રિજ નીચે મૂકેલા વાહનોમાં ભભૂકી હતી આગ

અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે સવારે વાહનોમાં આગ લાગી હતી, જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનો મૂકવામાં આવ્યા હતાં. વહેલી સવારે લાગેલી આ આગના કારણે 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. આ વાહનોમાંથી 22 વાહનો પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા હતાં અને 2 ટુ વ્હીલર અન્ય લોકોની પાર્ક કરેલી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતાં. અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી. પરંતુ, ડિટેઇન કરેલાં 22 વાહનો બળીને ખાક થઈ ગયા છે. 

આગ લાગવાનું કારણ અકબંધ

સમગ્ર ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આગ કેવી રીતે લાગી તે વિશે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઓઢવ નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.

TOPICS: fire ODHAV police
Related News

Icon