
અમદાવાદ શહેરમાં અસામાજીક તત્વોના આંતકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેર પોલીસ કમિશનરે આ મામલે ખાસ નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે થોડાક દિવસ પહેલા વસ્ત્રાલને જાહેરમાં બાનમાં લેનાર 15થી વધુ અસમાજીક તત્વોની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુનેગારોને તેમની ભાષામાં સમજાવનારા પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવી આવી છે.
અમદાવાદમાં 21 PIની બદલી
અસામાજિક તત્ત્વોના આતંક બાદ રામોલના PIની પણ બદલી
રામોલ પોલીસ સ્ટેશનના PIની બદલી
નરોડા પોલીસ સ્ટેશન બે મહિનાથી ચાર્જમાં ચાલતું હતું હવે પીવી ગોહિલને મુકવામાં આવ્યા
બાપુનગરના PIને બદલી કરીને SOGમાં મુકવામાં આવ્યા
તો બીજી તરફ બાપુનગરમાં પણ અસામાજિક તત્વો વાંરવાર બેફામ બન્યા હતા, આ લુખ્ખા તત્વોને જાણે કોઈપણ પ્રકારનો કાયાદનો ડર જ ન હતો. સ્થાનિકો પણ આ લુખ્ખા તત્વોના કારણે ત્રાસી ગયા હતા. ત્યારે સમગ્ર મામલાને કારણે રામોલ P.I.ની બદલી કરીને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે, તો બાપુનગર PIની પણ બદલી કરવામાં આવી છે.