Home / Gujarat / Ahmedabad : 3 Ahmedabad police personnel killed in road accident in Haryana

હરિયાણા: માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હરિયાણા: માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હરિયાણાના ભારત માલા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલ પ્રમાણે  હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે ગુજરાત પોલીસની જીપની ધડાકાભેર ટક્કર થઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લુધિયાણા જઈ રહ્યા હતા તે સમયે થયો અકસ્માત

આ દુર્ઘટનામાં અમદાવાદ શહેરના 3 પોલીસ કર્મીઓના મોત નિપજ્યા છે. રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં PSI સોલંકી અને 3 પોલીસકર્મી હરિયાણાના  લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા.દુર્ઘટનાની જાણ થતાં  અમદાવાદથી એસીપી કૃણાલ દેસાઈને તાત્કાલિક હરિયાણા મોકલવામાં આવ્યા હતા.

પોલીસ જીપમાં 4 પોલીસ કર્મી અને એક ખાનગી વ્યક્તિ સવાર

પોલીસ જીપમાં 4 પોલીસ કર્મી અને એક ખાનગી વ્યક્તિ સવાર હતા. તેઓ તપાસ અર્થે હરિયાણા ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય  મૃતક પોલીસકર્મી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ દુર્ઘટનામાં એક PSI ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

 

Related News

Icon