Home / Gujarat / Ahmedabad : 3 arrested for taking bribe of Rs 5 lakh to correct tax return

Ahmedabadમાં કમી જાસ્તી પત્રક દુરસ્ત કરવા માટે 5 લાખની લાંચ લેતા 3 ઝડપાયા

Ahmedabadમાં કમી જાસ્તી પત્રક દુરસ્ત કરવા માટે 5 લાખની લાંચ લેતા 3 ઝડપાયા

Ahmedabad News: શહેરના વાડજમાં આવેલી જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ કચેરી માટે સરકાર માન્ય સર્વયર તરીકે કામ કરતા વ્યક્તિએ કમી જાસ્તી પત્રકને દુરસ્ત કરવાના બદલામાં રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી. જે રકમ તેના મળતિયા મારફતે મેળવવા જતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ તમામને લાંચની રકમ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીઓ ની તપાસ દરમિયાન જમીન રેકોર્ડ કચેરીમાં ચાલતી ગેરરીતીની વિગતો સામે આવે તેવી શક્યતા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તેમની બહેનની જમીના કમી જાસ્તી પત્રકને દુરસ્ત કરવા માટે અરજી કરી હતી અને તે જમીન રેકોર્ડ કચેરીના સરકાર માન્ય સર્વેયર ગૌતમ યાજ્ઞીકને તેમની  ભીમજીપુરાની ઓફીસ પર મળ્યા હતા. ગૌતમ યાજ્ઞીકે આ કામગીરી માટે કચેરીમાં વહીવટ કરવો પડશે. તેમ જણાવીને પાંચ લાખની માંગણી કરી હતી.

આ અંગે ફરિયાદીએ એસીબીમાં જાણ કરી હતી અને જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આઇ એમ સોંલકી અને તેમના સ્ટાફે શનિવારે વાડજ ખાતે આવેલી ઓફિસ નજીક ટ્રેપ ગોઠવી હતી. પરંતુ, સર્વેયર ગૌતમ યાજ્ઞીકે લાંચની રકમ પોતાના હાથમાં લેવાના બદલે તેમના માટે કામ કરતા જમીન દલાલ નવઘણસિહ ડોડીયાના બોપલ આંબલી પાસે આપવા જવાનું કહ્યું હતું.

એસીબીનો સ્ટાફ બોપલ-આંબલી તરફ રવાના થયો હતો. આ સમયે  ત્યાં નવઘણસિંહ ડોડીયાને ફરિયાદીએ પાંચ લાખની રોકડ આપતા તે રકમ મનીષ પગી નામના વ્યક્તિને કહીને પોતાની મર્સીડીઝ કારમાં મુકાવી દીધી હતી. આ સમયે એસીબીએ બંનેને ઝડપી લીધા હતા. પરંતુ, આ ટ્રેપ અંગે ગૌતમ યાજ્ઞીકને જાણ નહોતી.

એસીબીના સ્ટાફે નવઘણસિંહના ફોનથી ગૌતમ યાજ્ઞાીકને ફોન કરાવીને પાંચ લાખની રોકડ લઇ જવા માટે કહ્યું હતું. પરંતુ, ગૌતમે તે રકમ ગાંધીનગર આપી જવાનું કહેતા એસીબીએ સરગાસણ પાસે ટ્રેપ ગોઠવીને સર્વેયર ગૌતમ યાજ્ઞીકની ધરપકડ કરી હતી. આ અંગે એસીબીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Related News

Icon