
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સ્કૂલોમાં થતા શાળા આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ અંતર્ગત માત્ર અમદાવાદ જિલ્લામાં જ છેલ્લા બે વ ર્ષમાં 4600થી વધુ બાળકો કિડની, હદય અને કેન્સરની બીમારીથી પીડિતા હોવાનું નોંધાયુ છે. જેમાં સૌથી વઘુ 2318 બાાળકો હૃદય સંબંધિત બીમારીના છે અને 1620 બાળકો કિડની તેમજ 670 બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું નોંધાયુ છે. શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન ઘ્યાનમાં આવેલા બાળકોને 20.50 કરોડના ખર્ચે સારવાર અપાઈ છે.
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામા આવી હતી કે, 31 જાન્યુઆરી, 2025ની સ્થિતિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં 4608 બાળકો હૃદય, કિડની અને કેન્સરની બિમારથી પીડાતા નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં હૃદયની બીમારીના 1933, કિડનીની બીમારીના 1482 અને કેન્સરની બીમારીના 579 બાળકો છે. જ્યારે જિલ્લામાં હૃદયની બીમારીના 385, કિડનીની બીમારીના 138 અને કેન્સરની બીમારીના 91 બાળકો છે. આમ, સમગ્ર જિલ્લામાં હ્રદયની બીમારીના કુલ 2318, કિડની બીમારીના કુલ 1620 અને કેન્સરની બીમારીના કુલ 670 બાળકો નોંધાયા છે.
અમદાવાદમાં બે વર્ષમાં 4600 થી વધુ બાળકો ગંભીર બીમારીથી પીડિત
સરકારે બાળકોની સારવારને લઈને જણાવ્યું કે, સરકાર દ્વારા હ્રદયની બીમારીવાળા બાળકોને યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યુટમાં ,કિડનીની બીમારીના બાળકોને કિડની હોસ્પિટલ અને કેન્સરની બીમારીના બાળકોને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવારમા આવી છે. આ બાળકોની સારવાર પાછળ સરકારે 20.50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જો કે, માત્ર અમદાવાદ જિલ્લામાં જ જો બે વર્ષમાં 4600થી વઘુ બાળકો આ ગંભીર બીમારીઓથી પીડાતા હોય તો સમગ્ર રાજ્યમાં કેટલા હશે તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે.