
અમેરિકાથી ડિપોર્ટ કરીને બીજી ફ્લાઇટમાં ભારત પરત મોકલાયેલા 116 ભારતીયોમાંથી 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તમામની વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને પોલીસ વાહનમાં બેસાડીને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી
રુદ્ર ધવલભાઈ લુહાર - કલોલ
ધવલભાઈ કિરીટકુમાર લુહાર - કલોલ
મિહિર ઠાકોર - ગુજરાત
ધીરજકુમાર કનુભાઈ પટેલ - અમદાવાદ
કેનિશ મહેશભાઈ ચૌધરી - માણસા
દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી - ગુજરાત
આરોહીબેન દીપકુપરી ગોસ્વામી - ગુજરાત
પૂજાબેન દીપકપુરી ગોસ્વામી - ગુજરાત
અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતાં. જેમાં સૌથી વધુ મહેસાણામાંથી હતાં. ઉલ્લેખનીય છે કે આ બીજી ફ્લાઈટ હતી, જેમાં 8 ગુજરાતીઓને પરત મોકલ્યા હતા.