Home / Gujarat / Ahmedabad : A female nurse was running a prostitution racket in a guesthouse in Bavla for Rs. 5 thousand

VIDEO: રૂ.5 હજારમાં મહિલા નર્સ બાવળાના ગેસ્ટહાઉસમાં ચલાવતી હતી ગોરખધંઘો, પોલીસે આ રીતે રંગેહાથ ઝડપી

અમદાવાદ Iગ્રામ્યમાંથી મોટું રેકેટ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ ગ્રામ્ય SOGને બાતમી મળી હતી કે બાવળાની પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાતનું રેકેટ ચાલી રહ્યું છે, આ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. બાવળા SOGએ હોટલમાંથી  ગર્ભપાત કરવાનું રેકેટ દબોચ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હોટલમાં ગર્ભપાત કરવામાં આવતું હતું

મળતા અહેવાલ પ્રમાણે ગર્ભવતી મહિલાનું ગર્ભ પરીક્ષણ કર્યા પછી હોટલમાં ગર્ભપાત કરવામાં આવતું હતું. ગ્રામ્ય SOGએ બાવળાની પનામા ગેસ્ટ હાઉસમાંથી ગર્ભપાતનું રેકેટ ઝડપી પાડ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે મહિલા નર્સ હોટલમાં ગર્ભપાત કરાવતી હતી. 

મહિલા નર્સ ગર્ભપાતના 5 હજાર લેતી

મહિલા નર્સ હેમલતા દરજી ગર્ભવતી મહિલાઓને એનેથેસિયા આપીને બેભાન કર્યા બાદ ગર્ભપાત કરતી હતી.  ગર્ભપાત કરવાના એક મહિલાના 5 હજાર રૂપિયા લેતી હતી. તો બીજી તરફ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આ મહિલા બરોડામાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું.  આ નર્સે હોટલમાં અનેક મહિલાઓના ગર્ભપાત કર્યા હોવાની આશંકા SOGએ વ્યક્ત કરી છે. એક જ હોટલમાં 3 વખતથી વધુ વખત આવી હોવાનું સામે આવ્યું છે.

લેબોરેટરી પણ મળી આવી 

 આ નર્સે હોટલમાં અનેક મહિલાઓના ગર્ભપાત કર્યા હોવાની આશંકા SOGએ વ્યક્ત કરી છે. એક જ હોટલમાં 3 વખતથી વધુ વખત આવી હોવાનું સામે આવ્યું છે. પનામા ગેસ્ટ હાઉસ પર દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ પણ મળી આવી હતી. જેમાં નર્સ, એક ગર્ભવતી મહિલા અને તેના સબંધીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ ગર્ભ પરીક્ષણ કરવાની લેબોટરી પણ મળી આવી હતી. SOGએ 1, 92, 54 MTP act 1971 section 5(2), 5(3) મુજબ ગુનો નોંધ્યો હતો. એક મહિલાનું તાજુ જ ગર્ભપાત કર્યું હતું, સ્થળ ઉપરથી એક ભૃણ મળી આવ્યું હતું. આ ભ્રૂણની પોલીસે તપાસ અર્થે મોકલ્યું હતું.

Related News

Icon