અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જે બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

