અમદાવાદના વેજલપુર વિસ્તારમાં નિરાળી ફ્લેટમાં ગેરકાયદેસર દુકાનો ચાલતી હોવાનો મામલો સામે આવ્યો છે. આ દુકાનો ગેરકાયદેસર ચાલતી હોવા છતાં કોર્પોરેટરે તેની સામે આંખ આંડા કાન કર્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કોર્પોરેટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એવા આક્ષેપો પણ લગાવાઈ રહ્યાં છે કે રી ડેવલપમેન્ટ સ્કીમમાં કોર્પોરેટર અડચણ ઉભી કરી રહ્યા છે.આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એ ભાજપ સરકારને ઘેરી કોર્પોરેટર વિરુદ્ધ બેનરો લઈને વિરોધ કરી રહ્યાં છે.