
Ahmedabad news: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સહિત અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી તંત્ર અને સરકાર માટે આ મુદ્દો માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. રાજ્યમાં એકથી બે દિવસથી ત્રણથી ચાર લાંચ લેવાના કિસ્સા પ્રકાશમાં સામે આવતા હોય છે. જેથી પ્રજાનો ભરોસો સરકાર અને તંત્ર તરફથી ઓછો થતો જાય છે. અમદાવાદ શહેરના બોપલમાં જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવાના કામ માટે 5 લાખની લાંચ લેતા લાયસન્સી સર્વેયર સહિત ત્રણ શખ્સો એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયા હતા. સર્વેયર ગૌતમ યાજ્ઞિક, દલાલ નવઘણ ડોડિયા અને મનીષ પગીની ધરપકડ કરીને એસીબીએ આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે. આમાં સામાન્ય પ્રજા અને સરકારને વેઠવાનો વારી આવી રહ્યો છે. દિવસેને દિવસે લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારી ઝડપાતા સરકારી વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની આબરુંના કાંકરા થઈ રહ્યા છે. અમદાવાદના બોપલમાં એસીબીએ છટકું ગોઠવીને જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવાના કામ માટે 5 લાખની લાંચ લેતા લાયસન્સી સર્વેયર સહિત ત્રણ લોકોને એસીબીએ ઝડપી પાડયા છે.
સર્વેયર ગૌતમ યાજ્ઞિક, દલાલ નવઘણ ડોડિયા અને મનીષ પગીની ધરપકડ કરી છે. DILR કચેરી વાડજમાં સર્વેયરનો સંપર્ક કરતા રૂપિયા પાંચ લાખની લાંચ માગી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવી તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી.