
અમદાવાદ શહેરના નરોડામાં આરોપીએ કોર્ટની શરતોનો ભંગ કરતા 10 હજારનો દંડ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતના પોલીસ વડાના અસામાજીક તત્ત્વો વિરૂદ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહીની ડ્રાઇવ અનુસંધાને જામીન રદનો રીપોર્ટ કરી આરોપીને શિક્ષાત્મક દંડની કાર્યવાહી નરોડા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
કોર્ટની શરતોનો ભંગ કરવા બદલ આરોપીને 10 હજારનો દંડ
ઝોન-4 ડીસીપી ડૉ. કાનન દેસાઇએ દ્વારા તમામ ગુનેગારો પર લાલ આંખ કરવામાં આવી છે તેમજ આ ઘટનાના આરોપીઓ વિરૂદ્ધ તેમના દ્વારા આદેશ અપાયા બાદ નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇને સૂચના આપવામાં આવી હતી.
નરોડાના પોલીસ ઇંસ્પેક્ટર પી.વી.ગોહિલના માર્ગદર્શન મુજબ PSI વી.આર.ચૌધરીએ સાથે હેડકોન્સ્ટેબલ મહેશભાઇ લાભુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ દીલીપભાઇ ભરતભાઇએ શરીર સંબંધી ગુનાના કામના આરોપી રોહન ઉર્ફે રોની ગોપાલભાઇ ભરવાડને સેશન્સ કોર્ટે જામીન આપતી વખતે અમુક શરતો મુકેલ જે શરતોનું આરોપીએ ભંગ કરતા આરોપી વિરૂદ્ધ સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવાનો રીપોર્ટ કરી મુદ્દત તારીખે હાજર રહી યોગ્ય રજુઆત કરી સેશન્સ કોર્ટ પાસે આરોપીને 10 હજારનો શિક્ષાત્મક દંડ કરાવ્યો હતો અને જામીન શરતોનો ભંગ કરી ગુના આચરતા રીઢા ગુનેગારો ઉપર દાખલો બેસાડવામાં આવ્યો છે.