
ખ્યાતિકાંડમાં અત્યાર સુધીના કુલ 9 આરોપીઓ પૈકી આઠમા આરોપી તરીકે મહિલા ડિરેક્ટર રાજશ્રી પ્રદિપ કોઠારીને એક મહિને ક્રાઈમબ્રાન્ચે રાજસ્થાનથી પકડી પાડ્યાં છે. ફરિયાદ નોંધાતાં જ રાજસ્થાન નાસેલું દંપિત કોટાથી નીકળીને નવવા છૂપવવાના સ્થળે પહોંચે તે પહેલાં ઝડપી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં ખ્યાતિ હોસ્પિટલનું સંચાલન મેળવીને હોસ્પિટલ ચાલુ કરવામાં આવી ત્યારે પ્રદિપ કોઠારી 3.61 ટકાના ભાગીદાર હતા.
રાજશ્રી કોઠારી તેમના પતિ પ્રદિપ સાથે રાજસ્થાનથી ઝડપાયા
ડ્રાઈવન રોડ પર આદિત્ય બંગ્લોઝમાં રહેચા 59 વર્ષના રાજશ્રી કોઠારીને ક્રાઈમબ્રાન્ચે રાજસ્થાનના કોટાથી ભીલવાડા વચ્ચેછી પતિ કોઠારી સાથે એક સ્થળથી બીજા સ્થળે ભાગતી વખતે પકડી પાડવામાં આવ્યા છે. તા 13ના રોજ ગુનો નોઁધાયા પછી રાજશ્રી કોઠારી તેમના પતિ પ્રદિપ સાથે વતન રાજસ્થાનમાં હોવાની પાક્કી વિગતો પોલીસ પાસે હતી, પરંતુ વતનમાં સગાઓને ત્યાં ભીલવાડા, કોટા, ડુંગરુપર અને ઉદયપુર વિસ્તારમાં સતત સ્થળાંતર કરી રહેલાં આરોપી હાથમાં આવતાં નહોતા, ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો દિવસોથી રાજસ્થાનમાં કેમ્પ કરીને બેઠી હતી.
પ્રદિપ કોઠારી અને ચિરાગ રાજપૂતે કોરોના સમયે પણ કર્યો હતો કાંડ
આગોતરા જામીન અરજી પણ નકારાયાં છતાં હાજર નહીં થયેલા રાજશ્રી કોઠારીને આખરે સાયબર, હ્યુમન અને ટેકનિકલ સોર્સથી ઝડપી લેવાયાં છે. ખ્યાતિ કેસના તપાસનિશ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.એ જણાવ્યું કે રાજશ્રી કોઠારીના પતિ પ્રદિપ કોઠારી અને ચિરાગ રાજપૂતે કોરોના વખતે એશિયન બેરિયાટીક્સ હોસ્પિટલ લીઝ પર રાખી કોરોનાની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી.
રાજશ્રી કોઠારીના પતિનો ખ્યાતિ હોસ્પિટલમાં 3.61 ટકા હિસ્સો
કોરોના પછી વર્ષ 2021માં રાજશ્રી કોઠારીના પતિ પ્રદિપ કોઠારીએ ઈન્વસેટમેન્ટ પાર્ટનર તરીકે કાર્તિક પટેલને લાવી પોતે તથા ચિરાગ રાજપૂત સાછે ડાયરેક્ટર મહેન્દ્ર નરવરિયાના શેર ખરીદી ડો સંજય પટોલિયા સાથે ભાગીદારીમાં સામેલ થઈ ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલું કરી હતી, તેમાં રાજશ્રી કોઠારીના પતિનો 3.61 ટકા હિસ્સો રાખ્યો હતો. પ્રદિપ કોઠારીએ બી.કોમ.સુધીનો અભ્યાસ કરી ચૂકેલા પત્ની રાજશ્રીને 22-9-2021ના ખ્યાતિ હોસ્પિટલના ડીરેક્ટર તરીકે દાખલ કર્યા હતા.
આ પણ વાંચો: VIDEO: રિવરફ્રન્ટ પર મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ સિટી પોલીસ લાવી ઈલેક્ટ્રિક સ્કુટર
ખ્યાતિકાંડમાં તા 13 નવેમ્બરના રોજ ગુનો નોંધાયો તેની જાણ થતાં જ રાજશ્રી કોઠારી ફોન સ્વીચ ઓફ કરીને ઘરે મૂકીને પતિ સાથે ફરાર થઈ ગયા હતા. રાજશ્રી કોઠારીનું વતન રાજસ્થાનનું સીમલવાડા છે, ઉદેપુરમાં પાંચેક દિવસ રોકાયા પછી ભીલવાડામાં દસ દિવસ રોકાઈને કોટા ગયા હતા. કોટામાં પંદર દિવસ રોકાઈને ભરી ભીલવાડા જવા નીકળ્યાં ત્યાં ક્રાઈમ બ્રાન્ચે બન્નેને દબોચી લીધા હતા.રાજશ્રી કોઠારીના પતિ પણ સંકજામાં હોવાથી ક્રાઈમબ્રાન્ચ આકરી પૂછપરછકરશે, તો બીજી તરફ અનેક રહસ્યો પણ ખૂલવાની સંભાવના છે.