આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરયાત્રા નિકળી હતી. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની છે. ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું છે. નગરદેવીની યાત્રામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યો હતો. નગરદેવીની નગરયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.