
અમદાવાદમાં પ્લેન ક્રેશ સ્થળ પર સતત તપાસ ચાલી રહ્યો છે. ત્યારે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પછી મેઈન્ટેનન્સના કારણોસર અઠવાડિયામાં સરેરાશ 48 ફ્લાઈટ રદ થઈ રહી છે. તેના કારણે પ્લેન ક્રેશ પછીની તારીખોના ટૂંકા ગાળામાં 25000થી વધુ ટિકિટોનું રિશિડ્યુલિંગની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. માત્ર અમદાવાદમાંથી 16000થી વધુ ટિકિટોનું રિશિડ્યુલિંગ કરવામાં આવ્યું છે.
જે સ્થાનિક સ્તરે નોંધપાત્ર રિશિડ્યુલિંગ
જે સ્થાનિક સ્તરે નોંધપાત્ર રિશિડ્યુલિંગ છે. 20મી જૂને આઠ ફ્લાઈટ રદ થવાથી એક હજાર ટિકિટો રિશિડ્યૂલિંગમાં પરિણમી હતી. તેની સામે અન્ય વિકલ્પની ફ્લાઈટો પસંદ કરાતા આગળના દિવસોની ફ્લાઈટોની ટિકિટોમાં પણ રિશિડ્યૂલિંગ થઈ રહ્યું છે.
છેલ્લા એક અઠવાડિયાથી પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાએ તેની ઈન્ટરનેશનલ ફૂલાઈટોમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે. સાથે તેની ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ 12 ટકાનો ઘટાડો કર્યો છે. 13મી જૂનથી લઈને 17મી જૂન સુધીમાં એર ઈન્ડિયાની કુલ 83 ફ્લાઈટ કેન્સલ થઈ છે. જેમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનર સાથે સંકળાયેલી 66 ફ્લાઈટમાં મેઈન્ટેનન્સ ચેકિંગના કારણે સ્થગિત કરવામાં આવી છે.