
અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. દર 10થી 15 દિવસથી વિવિધ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ઇમેલ દ્વારા મળી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર તપાસ હાથ ધરાઇ
અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. CISFના ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 10 દિવસ પહેલા પણ અમદાવાદ સહિત દેશના વિવિધ એરપોર્ટને ધમકી આપવામાં આવી હતી.
કર્ણાટક એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી
કર્ણાટકના કલબુર્ગી એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી બાદ વિમાનમાંથી મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.