
શહેરમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રશાસને જાણે માત્ર જાહેરાતમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ઘટાડવા મોટા ઉપાડે ડાયટિશીયન OPDનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને અત્યારે તાળા લાગી ગયા છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રશાસનને જાણે માત્ર મોટી મોટી જાહેરાતોમાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. લોકોમાં મેદસ્વિતાને લઈને જાગૃતતા આવે અને તેનું પ્રમાણ ઘટે તે માટે ડાયટિશિયન OPDનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને બીજા જ દિવસે ડાયટિશનની OPDને તાળા લાગેલા જોવામાં આવ્યા હતા જે GSTV ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. એટલું જ નહીં પણ કેસબારીમાં ડાયટિશીયન માટેના કેસ કાઢવા માટે પણ ઈનકાર કર્યો હતો. દૈનિક સવારે 9થી 1 વાગે અને 2થી 5 વાગે સુધી OPD કાર્યરત રહેવાની મોટાપાયે પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. મોટા ઉપાડે સેવાઓની જાહેરાત કરતી અસારવા સિવિલ હોસ્પિટલના દાવાઓ પોકળ સાબિત થયા છે.