ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અધિકારીઓએ મોબાઈલના વેપારી પાસેથી 40 લાખ રૂપિયાનો જીએસટી ભરાવવા ઉપરાંત રોકડામાં 27 લાખ રૂપિયા લઈ ગયા હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરની કચેરીને અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની કચેરીને આપવામાં આવી છે. સંજય પટેલ નામના જીએસટી અધિકારીએ દરોડો પાડયો હતો. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે આવેલા બહુમાળી મકાનમાં આવેલી જીએસટી કચેરીના અધિકારીઓએ દરોડા પાડયા હતા.

