Home / Gujarat / Ahmedabad : Ahmedabad: Insects found in cold drink purchased by customer from a paan parlor in Naranpura, watch VIDEO

Ahmedabad: નારણપુરામાં એક પાન પાર્લરમાંથી ગ્રાહકે ખરીદેલા ઠંડા પીણામાંથી જીવાત મળી, જુઓ VIDEO

Ahmedabad news: હવે સ્લાઈસ પીતા પહેલા ચેતી જજો, કારણ કે, અમદાવાદ શહેરમાં આવેલા નારણપુરા વિસ્તારની એક પાન પાર્લરમાંથી ગ્રાહકે ખરીદેલી સ્લાઈસમાં જીવાત મળી આવી હતી. જો કે આ અગાઉ બે દિવસ પહેલા પણ ઓક્ટેન પિઝામાં એએમસી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, નારણપુરામાં આવેલા આ પાન પાર્લરના માલિકે કેશવનગર પાસે આવેલ યશ કોર્પોરેશન નામના ડિસ્ટ્રીબ્યૂટરને જાણ કરતા ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે હેલ્પલાઇન ઉપર કોલ કરો આ અમારી જવાબદારી નથી. આવી રીતે જો ડિસ્ટ્રીબ્યૂટર જો જવાબદારી વગર પીણું વહેંચતા રહેશે તો ગ્રાહકોનાં આરોગ્ય સાથે ચેડાં થાય તો જવાબદાર કોણ?

Related News

Icon