
અમદાવાદ શહેરને ભારતભરનાં શહેરોમાં પ્રથમ હેરીટેજ સિટી તરીકેનો દરજજો આપવામાં આવેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેર ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.
શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે અંતર્ગત ટ્રાફીક જંક્શનો અને બી.આર.ટી.એસ. કોરીડોરની ગ્રીલ્સ તેમજ ડીવાઈડરોને કરોડો રૂપીયાનાં ખર્ચે સેંકડો મજુરો - સાધન-સામગ્રી રોકીને સાફ કરાવવામાં આવે છે પરંતુ ટુંકા ગાળામાં જ આ કોરીડોર પર નાગરીકો દ્વારા પાન-મસાલા ખાઈ થૂંકી ફરીથી ગંદી કરી દેવામાં આવે છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશની 2જી ફેબ્રુઆરી 2024નાં રોજથી શરૂઆત કરવામાં આવી છે.
જેની 23 મે 2024 નાં રોજની આજે એકસો બારમાં દિવસની ઝુંબેશની કાર્યવાહીનાં ભાગરૂપે 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરીકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે,
(1) પૂર્વ ઝોનમાં મેટ્રો રોડ, અમરાઇવાડી. ct mભાઇપુરા, પન્ના એસ્ટેટ, વિરાટનગર, BRTS રોડ,ઓઢવ, રતન, વસ્ત્રાલ, ભક્તિમાર્ગ, નિકોલ ગામ,નિકોલ
(2) પશ્વિમ ઝોનમાં ગાયત્રીનગર રોડ,ન્યુ રાણિપ.બી.આર.ટી.એસ. રોડ
(3) ઉત્તર ઝોનમાં નોબલ નગર રોડ, માછલી સર્કલ પાસે, કૃષ્ણનગર ચાર રસ્તા, બંગ્લા એરિયા રોડ, કુબેરનગર વોર્ડ, ચામુંડા બ્રિજ, ઈન્ડિયા કોલોની વોર્ડ, અવની હોમ્સ પાસે, ભીડભંજન રોડ, પોટલીયા ચાર રસ્તા
(4) દક્ષિણ ઝોનમાં LGરોડ મણિનગર, નારોલ રોડ, મીર સિનેમા ચારરસ્તા, આજાદ નગર, વાંદરવત રોડ, ગોવિંદ વાડી ચારસ્તા, પીપળજ આર.સી.સી.રોડ અને દેવ હોટલ, કીટલી લક્ષ્મીનારાયણ
(5) મધ્ય ઝોનમાં રાજસ્થાન હોસ્પિટલ રોડ
(6) ઉત્તર-પશ્વિમ ચાંદલોડિયા બ્રીજના છેડે ઘાટલોડિયા
(7) દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર- ટી.વી.9 રોડ, વેજલપુર-વસ્ત્રાપુર ક્રોસીંગ, બુટ ભવાની,મકતમપુરા - સોનલ સિનેમા રોડ
જેવી જગ્યાઓ પર આજ રોજ 23 મે 2024ના વહેલી સવારથી 42 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડે ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 73 ઇસમો પાસેથી રૂપીયા 7800/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
CCTV કેમેરાનાં આધારે ઈ-ચલણ અપાશે
આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે તે જ પ્રમાણે 130 થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ 6000થી વધારે CCTV કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થુંકનાર નાગરીકોની વીડીયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ-મેમો પણ મોકલવામાં આવશે.