Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: Building collapses in Dhanasutharni Pol

VIDEO: Ahmedabadમાં ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાતા મહિલાનું મોત

અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ઓળખ ગણાતા કોટ વિસ્તારમાં ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી થતા બે મહિલા કાટમાળ નીચે દટાઈ હતી. જેમાં એક મહિલાને રેસક્યુ કરીને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય એક 30 વર્ષની મહિલાનું કાટમાળમાં દબાઈ જવાથી મોત નિપજ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગજ્જરના ખાંચા પાસે મોડી રાત્રે મકાન ધરાશાયી

પોળમાં ગજ્જરના ખાંચા પાસે મોડી રાત્રે આ મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં બે મહિલાઓ ફસાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી હતી.

30 વર્ષની મહિલાનું મોત

મકાન જુનું અને જર્જરીત હતું. 30 વર્ષની મહિલા પર પિલ્લર પડ્યો હતો, તો બીજી તરફ 70 વર્ષની વૃદ્ધાને બચાવી લેવામાં આવી હતી. આ મકાન અંગે AMCએ તપાસ હાથ ધરી છે.

Related News

Icon