
અમદાવાદના ચંડોળા વિસ્તારનો કુખ્યાત લલ્લા બિહારીની પોલીસે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે કુખ્યાત આરોપી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો. મોટાપાયે કાળો કારોબાર કરનાર લલ્લા બિહારીના સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં લલ્લા બિહારીની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઇમબ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.