Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: On an average, 223 people are bitten by dogs every day

Ahmedabad news: રોજ સરેરાશ 223 વ્યક્તિને કરડે છે શ્વાન, પ્રાણીઓના કરડવામાં 60%નો વધારો

Ahmedabad news: રોજ સરેરાશ 223 વ્યક્તિને કરડે છે શ્વાન, પ્રાણીઓના કરડવામાં 60%નો વધારો

અમદાવાદમાં દરરોજ સરેરાશ 223 વ્યક્તિને શ્વાન કરડે છે. વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2024માં અમદાવાદમાં શ્વાનના કરડવાના કેસમાં 60 ટકા જેટલો વધારો નોંધાયો છે. અમદાવાદમાં વર્ષ 2020માં શ્વાન કરડવાની 39357 ઘટના નોંધાઈ હતી. જેની સરખામણીએ 2021માં સાધારણ ઘટાડો થયો હતો, પરંતુ 2022થી આ ઘટનામાં સતત વધારો થયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શ્વાન કરડવાના કેસમાં વધારો થયો

અમદાવાદમાંથી ખાસ કરીને બોપલ, ઘુમા, કઠવાડામાં રખડતા કૂતરાની વસ્તી વધારે હોવાથી શ્વાનના કરડવાના કેસમાં વધારો થયો છે, તેમ નિષ્ણાંતોનું માનવું છે.

અમદાવાદમાં દરરોજ 223 વ્યક્તિને કરડે છે શ્વાન

સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2022માં 1.69લાખ, 2023માં 2.78 લાખ અને 2024માં 3.92 લાખ લોકોને શ્વાન કરડવાની ઘટના સામે આવી હતી. અમદાવાદમાં સૌથી વધુ પ્રાણી કરડવામાં  શ્વાન પછી બિલાડી બીજા સ્થાને છે. બિલાડી કરડવાની 2024માં 2226 ઘટના નોંધાઈ હતી. 

Related News

Icon