
અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટના રજિસ્ટરના Mail Id પર મેઈલ આવ્યો હતો, મેઈલ મળ્યા બાદ હડકંપ મચ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ BDDSM સ્કોવ્ડ હાઈકોર્ટ પહોંચી હતી.
સર્ચ ઓપરેશન હાથ ધરાયું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈમેલ મળતાં જ હાઇકોર્ટ વહીવટીતંત્રે અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હાઇકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી
સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.