
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે (મંગળવારે) IPLની ફાઇનલ મેચ રમાવવાની છે. ત્યારે ફાઇનલ મેચની વચ્ચે અમદાવાદના એસપી રિંગરોડ પર આવેલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો છે.
SP રિંગરોડ પર જીનેવા લિબ્રલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના SP રિંગરોડ પર જીનેવા લિબ્રલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઇમેલ મળતાં સ્કૂલે પોલીસ અને DEO કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
દિવિજના માતા પિતા સામે દહેજના કેસમાં કેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી?
સ્કૂલને મોકલવામાં આવેલા ઇમેલમાં દહેજ અને દુષ્કર્મના એક કેસ અંગે વાત કરવામાં આવી છે. આ કેસમાં દિવિજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દિવિજના માતા પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માંગણી કરાઇ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દિવિજના માતા પિતા સામે દહેજના કેસમાં કેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી?