Home / Gujarat / Ahmedabad : Ahmedabad plane crash accident black box data report

અમદાવાદ પ્લેન ક્રેશમાં મળેલા બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયો, વિમાન દુર્ઘટનાનું કારણ સામે આવશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં મળેલા બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયો, વિમાન દુર્ઘટનાનું કારણ સામે આવશે

અમદાવાદમાં એર ઈન્ડિયાના AI-171 માં થયેલી દુર્ઘટના બાદ બ્લેક બોક્સ સુરક્ષિત રીતે બહાર કઢાયું હતું. આ બ્લેક બોક્સનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. આ બ્લેક બોક્સની એએઆઈબી દ્વારા ભારતમાં જ તપાસ ચાલી રહી છે. હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેનો તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, 24 જૂનના રોજ આગળના બ્લેક બોક્સમાંથી ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM) સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. 25 જૂનના રોજ મેમરી મોડ્યુલ સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવ્યું હતું. તેનો ડેટા AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. હાલમાં CVR અને FDR ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. આ પ્રયાસોનો હેતુ અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓના ક્રમને જાણવાનો, ઉડ્ડયન સલામતી વધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે ફાળો આપતા પરિબળોને ઓળખવાનો છે. 

અમદાવાદમાં ક્રેશ થયેલા એરઇન્ડિયાના પ્લેનનું બ્લેક બોક્સ ભારતમાં જ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) દ્વારા તપાસવામાં આવી રહ્યું હોવાની માહિતી ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આપી હતી. આ સાથે જ નાયડુએ એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેને તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું છે. બ્લેક બોક્સ એક નાનું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાન વિશેની માહિતી રેકોર્ડ કરે છે. અને ઉડ્ડયન અકસ્માતોની તપાસમાં મદદ કરે છે.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ૧૨ જૂને બપોરે સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં જ ક્રેશ થઇ ગઇ હતી. જેના ૨૪૧ લોકો સહિત ૨૭૦ લોકો માર્યા ગયા હતા. જ્યારે એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો આ ઘટના બાદ ૧૩ જૂને એરઇન્ડિયાના બોઇંગ ૭૮૭-૮ ડ્રીમ લાઇનર પ્લેનનું બ્લેક બોક્સ ઘટના સ્થળ પરથી મળી આવ્યું હતું.

Related News

Icon