
Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટથી ઉપડીને લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-171 ટેક ઑફ થયાની થોડીક મિનિટોમાં વિમાન હવામાં અગનગોળો થઈને તૂટી પડયું હતું. આ હતભાગી વિમાનમાં ક્રૂ સભ્યો સહિત 141 લોકો સવાર હતા. બાઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થઈ ગયું છે.
આ હતભાગી વિમાનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત ત્રણ લોકો વીવીઆઈપી પણ સવાર હતા. જે પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં તેઓનું નિધન થઈ ગયું. ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમાં એક નવવધૂ પણ હતી, જે લગ્ન બાદ પોતાના પતિને મળવા માટે પ્રથમવાર લંડન જઈ રહી હતી.
પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા
એર ઈન્ડિયાના વિમાનમાં રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અરાબા ગામની રહેવાસી ખુશ્બૂએ પણ લંડન જવાની ટિકિટ બુક કરાવી હતી. ખુશ્બૂના લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં થઈ હતી. તેના પતિ મનફૂલસિંહ લંડનમાં અભ્યાસ કરતા હતા. લગ્ન પછી મનફૂલસિંહ લંડન પરત ફર્યા હતા.
બી.જે.મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં વિમાન અથડાયું
ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાનું વિમાન કોઈપણ રોકાણ વગર સીધું લંડન જઈ રહ્યું હતું. જેથી તેમાં પૂરતા પ્રમાણમાં ઈંધણ ભરવામાં આવ્યું હતું. જેવું વિમાન ટેક ઓફ કર્યું કે, આશરે 850 ફૂટની ઉંચાઈએ પહોંચ્યા બાદ અચાનક નીચે આવી ગયું અને ત્યારબાદ થોડીક સેકન્ડમાં પ્લેન મેડિકલ કૉલેજની હૉસ્ટેલની ઈમારતને જોરદાર વિસ્ફોટ સાથે અથડાઈ ગયું. જેથી આકાશમાં અગ્નિનો ગોળો અને ધૂમાડો તેમજ ચારેબાજુ વાતાવરણ ચીસોથી ઉભરાઈ ગયું હતું.