
હિંદુ સમાજમાં હોળી-ધૂળેટીનો પવિત્ર પર્વ છે. તો મુસ્લિમ સમાજમાં પણ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ધૂળેટી અને શુક્રવારની નમાજ એક સાથે હોવાથી પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે.
ધૂળેટી અને શુક્રવારની નમાજ એક સાથે હોવાથી પોલીસ તંત્ર એલર્ટ મોડમાં
બંને તહેવાર શાંતિથી અને ભાઈચારા સાથે ઉજવાય તે માટે પોલસી તંત્ર સજ્જ થયું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને જીલ્લા પોલીસ વડાને જરૂરી સૂચનાઓ આપી છે.
સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવતા તત્વો ઉપર નજર રખાશે
સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવતા તત્વો ઉપર નજર રખાશે. ધાર્મિક સંસ્થાઓ અને ભીડ ભાડવાળા વિસ્તારો સાથે સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવામાં આવી છે.