Home / Gujarat / Ahmedabad : Ahmedabad Police arrest 6 accused with fake currency notes

અમદાવાદ : 500ના દરની 247 નકલી નોટો સાથે મધ્યપ્રદેશથી આવેલા 6 આરોપીઓની ધરપકડ

અમદાવાદ : 500ના દરની 247 નકલી નોટો સાથે મધ્યપ્રદેશથી આવેલા 6 આરોપીઓની ધરપકડ

કલર પ્રિન્ટરમાં રૂપિયા 500ના દર ની ચલણી નોટો છાપીને વટાવવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવેલ 6 આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે  247 નકલી નોટો કબ્જે કરી છે. દિલ્હીમાં રૂપિયા 100ના દરની નોટો વટાવવામાં સફળ થતાં આરોપીઓએ રૂપિયા 500 ની નોટો છાપી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પકડાયેલા આરોપીઓની વિગત

  • ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવ
  • દીપક ઉર્ફે બાદશાહ
  • વિકાસ જાટવ
  • ઉમેશ જાટવ
  • ધર્મેન્દ્ર જાટવ
  • ઋષિકેશ જાટવ 

સોલા પોલીસે ચાણક્યપૂરી શાકમાર્કેટમાંથી રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે, આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશના ભિન્ડ જિલ્લાના વાતની છે.

કલર પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢીને લીલી પટ્ટી પણ લગાવતા હતા 

આરોપીઓ રૂપિયા 500ની નોટને સ્કેન કર્યા બાદ કલર પ્રિન્ટમાં પ્રિન્ટ કરતા હતા. બાદમાં તેના પર ગ્રીન પટ્ટી પણ લગાવી દેતાં હતા. મધ્યપ્રદેશથી તેઓ માત્ર નોટો વટાવવા માટે અહી આવ્યા હતા. અહી અમદાવાદ સિટીમાં રાત્રીના સમયે ભીડભાડ વાળા વિસ્તારમાં નોટો વટાવવાનું નક્કી કર્યું હતું. જો કે પોલીસને બાતમી મળતા પોલીસે  તેઓને ઝડપી લીધા છે. 

ઉત્તરપ્રદેશનો માસ્ટરમાઈન્ડ આરોપી વોન્ટેડ જાહેર 

આ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઈન્ડ ઉત્તરપ્રદેશનો યોગેશ છે, જે હાલમાં આ કેસમાં વોન્ટેડ જાહેર કરાયો છે. દિપકે ઉમેશ ઉર્ફે અનુરાગને તેના સાળા અભિષેકના સાઢુ યોગેશ સાથે મુલાકાત કરાવી હતી. ઉમેશ ઉર્ફે અનુરાગ, વિકાસ અને અન્ય એક આરોપી સાથે મળીને યોગેશના સાથ સહકારથી અગાઉ રૂપિયા 100 દરની ચલણી નોટો છાપી હતી ત્યારબાદ 25 જેટલી નોટો વિકાસ અને ઉમેશે દિલ્હી ખાતે જઈને વટાવી હતી જ્યારે બાકીની 35 નોટો વિકાસ દિપક ઉમેશ ઉર્ફ અનુરાગ અને ઉમેશ રાજકુમારે તેમના જ વતનમાં વટાવી દીધી હતી.

100ની નકલી નોટો વટાવવામાં સફળ થતા 500ની નકલી નોટો છાપી 

રૂપિયા 100ની બનાવટી નોટો વટાવવામાં તેઓ સફળ થતાં બાદમાં તેમણે રૂપિયા 500ની નોટને છાપવા માટેનો પ્લાન કર્યો હતો. ઉમેશ ઉર્ફે અનુરાગ અને વિકાસ બંનેએ  મળીને વિકાસના કાકા જયવીર પાસેથી કલર ઝેરોક્ષ કાઢવાની હોવાનું કહીને કલર પ્રિન્ટર લઈ આવ્યા હતા, જેમાંથી  રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરીને કટીંગ કરી તેમાં ગ્રીન પટ્ટી લગાવી હતી.

આરોપીઓ શાકમાર્કેટ જેવા ભીડવાળા વિસ્તારોમાં એક-એક ચલણી નોટો વટાવવાની ફિરાકમાં હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં આ સિવાય અન્ય કોઈ જગ્યાએ બનાવટી ચલણી નોટો વટાવી છે કે કેમ અને કેટલા પ્રમાણમાં નોટો પ્રિન્ટ કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Related News

Icon