ગુજરાતના અમદાવાદમાં પ્રખ્યાત 148મી રથયાત્રા 27 તારીખે યોજાવાની છે. મળતા અહેવાલ પ્રમાણે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસે જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધીના રૂટ પર રિહર્સલ યોજાશે..શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના નેતૃત્વમાં થયેલી આ રિહર્સલમાં 20 હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.
રિહર્સલમાં 20 હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં હાજર
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે 400થી વધુ CCTV અને વધારાના 150 CCTV સ્થાપિત કરાયા હતા. બેંગલોર જેવી નાસભાગની સ્થિતિને રોકવા AI ટેકનોલોજીનો ઉપયોગ થશે. તંત્રએ શાંતિપૂર્ણ યાત્રા માટે તૈયારીઓ ઝડપી કરી છે.
ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 રથયાત્રા 27 જૂને નીકળવાની છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં સુરક્ષાને લઈને તમામ તૈયારી કરી લીધી છે. જેમાં રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે આજે રવિવારે (22 જૂન) અમદાવાદ પોલીસ કમિશનરે રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશનરની સાથે ACP,DCP સહિતના અધિકારીએ પોઇન્ટના નિરીક્ષણમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'રથયાત્રાને લઈને 20 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. બેંગાલુરુ જેવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.'