Home / Gujarat / Ahmedabad : Ahmedabad: Priest commits suicide in temple premises

અમદાવાદ: પૂજારીએ મંદિર પરિસરમાં જ કરી આત્મહત્યા, મંહતની 3 પાનાની સ્યુસાઈડ નોટમાં બિલ્ડર પર ગંભીર આરોપ

અમદાવાદ: પૂજારીએ મંદિર પરિસરમાં જ કરી આત્મહત્યા, મંહતની 3 પાનાની સ્યુસાઈડ નોટમાં બિલ્ડર પર ગંભીર આરોપ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. કુબેરનગરમાં સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. પૂજારીએ મંદિરના પરિસરમાં જ આત્મહત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન અને બિલ્ડર દ્વારા સતત ત્રાસ આપવામાં આવ્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંદિરના  પૂજારીની સ્યુસાઈડ નોટ પણ મળી આવી

મંદિરના પૂજારીની ત્રણ પાનાની  સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, તેમાં મંદિર બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને મને ત્રાસ પણ આપવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

પૂજારીને છેલ્લા ઘણા સમયથી ધમકીઓ મળી હોવાનો આરોપ

છેલ્લા ઘણ દિવસોથી તેમને ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. માનસિક ત્રાસથી કંટાળીને મંદિરના પૂજારીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મંદિરના પૂજારીએ આત્મહત્યા કરવાની ઘટનાને લઈને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

મંદિરના પૂજારીએ પરિસરમાં જ કરી આત્મહત્યા

સમગ્ર મામલાની જાણ પોલીસને થઈ હતી. ઘટનાસ્થળ પર પોલીસે પહોંચીને મંદિરાના પૂજારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી હતી.

 

Related News

Icon