Home / Gujarat / Ahmedabad : Ahmedabad Rathyatra: 45 drones, anti-drones to be used at 5 locations in Ahmedabad's 148th Rath Yatra

Ahmedabad Rathyatra: અમદાવાદની 148મી રથયાત્રામાં 45 ડ્રોન, 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરાશે

Ahmedabad Rathyatra: અમદાવાદની 148મી રથયાત્રામાં 45 ડ્રોન, 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરાશે

Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી આગામી 27મી જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈ ક્રાઈમ બ્રાંચ અને અન્ય ટીમો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરુપે રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચે બેથી ત્રણ દિવસમાં ઘણા હથિયારોને કેસ શોધ્યા છે. રથયાત્રમાં બંદોબસ્ત અને નાસભાગ ન થાય તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રથયાત્રામાં ઉપયોગમાં લેનારા તમામ ડ્રોનમાં જીપીએસ સિસ્ટમ લાવવામાં આવશે. આ ઉપરાંત અતિ સંવેદનશીલ વિસ્તારો જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરાશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં અષાઢી બીજે જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળનારી ભવ્ય અને દિવ્ય રથયાત્રાની તૈયારીના ભાગરુપે ક્રાઈમ બ્રાંચ, વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં રથયાત્રામાં નાસભાગ અથવા કાંકરીચાળો અને કે કોઈ બીજી અપ્રિય ઘટના ન બને તે માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ ડ્રોનમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવશે. જેથી ઉંચાઈએ ઉડતા ડ્રોનને સ્થળ, ભીડ અને સલામતી અંગેની જાણકારી મળી રહે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા ત્રણ દિવસમાં ઘણાબધા હથિયારોના કેસો શોધ્યા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેથી આ રથયાત્રામાં પણ 101 ટ્રક ભાગ લેશે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.  ગઈકાલે જગન્નાથ મંદિરમાં થયેલી મિટિંગમાં લાઇવ ફૂટેજ જોવામાં આવ્યા હતા. જેથી ભીડનો ખ્યાલ ડ્રોનની હાઇટ સાથે ખ્યાલ આવતો હોય છે. તેનાથી કોઈ ઈસ્યૂ થશે તો તેને ઉકેલવામાં મદદ થશે. 

આ વર્ષે યોજાનારી રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તમામ ડ્રોનમાં gps લગાડવામાં આવ્યા છે. જેથી કરીને કેટલી ઉંચાઈએ તેમજ કેટલા અંતરમાં રહેવું તે અંગે પ્રિમાઇસીસમાં રહેવું તે નક્કી કરાઈ છે.

Related News

Icon