ડીસામાં આગની ધટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એકશન મોડમાં આવી છે. ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર 75 જેટલા લાઇસન્સ ધારકોને ત્યાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું. અમદાવાદ ગ્રામ્ય SOG, LCB અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતા પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અસલાલીમાં આવેલા ફટાકડાના ગોડાઉનામાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. મોટા ભાગના ગોડાઉનના માલિક લાઇસન્સધારક છે. ગ્રામ્ય પોલીસ દ્વારા ગત્ત દિવાળીના સમયમાં જ પાંચ જેટલા કેસ કરાયા હતા. વિવેકાનંદ નગર (વાંચ ગામ) 48, અસલાલી -13, કણભામાં 3, બોપલ અને ચાંગોદરમાં ફટાકડાના વિક્રેતા આવેલા છે.