Home / Gujarat / Ahmedabad : Altaf Bassi with BJP MLA Dinesh Kushwaha during the Bapunagar Tricolour Yatra

Ahmedabad news: બાપુનગરની તિરંગાયાત્રામાં ભાજપના ધારાસભ્ય દીનેશ કુશવાહની સાથે અલ્તાફ બાસી, આરોપીને સાથે રાખતા વિવાદ

Ahmedabad news: બાપુનગરની તિરંગાયાત્રામાં ભાજપના ધારાસભ્ય દીનેશ કુશવાહની સાથે અલ્તાફ બાસી, આરોપીને સાથે રાખતા વિવાદ

બાપુનગરમાં શુક્રવારે સાંજે ધારાસભ્ય દીનેશ કુશવાહની આગેવાનીમાં નીકળેલી તિરંગાયાત્રામાં કુખ્યાત અલ્તાફ બાસી ધારાસભ્ય સાથે જોવા મળતા આ બાબત સમગ્ર બાપુનગર વિધાનસભાના મતદારોમાં ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ પોલીસે બહાર પાડેલી શહેરના અસામાજિક તત્વોની યાદીમાં અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસીના નામનો સમાવેશ કરાયો છે.જે હાલમાં જામીન ઉપર છૂટેલો છેૂ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રખિયાલનો આરોપી ભાજપના MLA 

ભારત તરફથી પાકીસ્તાનને આપવામાં આવેલા જવાબ પછી દેશભરના અનેક શહેરોમાં ભારતીય સૈન્યના જોમ અને જુસ્સામાં વધારો કરવા તિરંગાયાત્રા કાઢવામાં આવી રહી છે. શુક્રવારે સાંજે ૬ કલાકે મંછાની મસ્જિદથી બાપુનગર ચાર રસ્તા સુધી સ્થાનિક ધારાસભ્ય દીનેશ કુશવાહની આગેવાનીમાં આયોજન કરાયુ હતુ.તિરંગાયાત્રામાં રખિયાલમાં જમીન પચાવવાના કેસમાં જેની સામે કેસ ચાલે છે.

હાલમાં જામીન ઉપર છૂટેલો છે એવા અલ્તાફબાસીને ભાજપના ધારાસભ્યે તિરંગાયાત્રામાં તેમની સાથે પહેલી હરોળમાં ઉભો રાખ્યો હતો. એક તરફ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરુપે અમદાવાદ પોલીસે યાદી તૈયાર કરી  આવા આરોપીઓના મકાન તોડી પાડવા મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ લઈ કામગીરી શરુ કરી છે.ત્યારે ભાજપના ધારાસભ્યે અલ્તાફ બાસીને તિરંગાયાત્રામાં સાથે રાખતા વિવાદ થયો છે.

Related News

Icon