
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ગ્રામ્યમાં નકલી તબીબનો રંજાડ સામે આવતા એસઓજીની ટીમે એક નકલી તબીબને ઝડપી લીધો હતો. ધોળકા તાલુકાના શિયાવાડા ગામે ભાડે મકાન રાખી બોગસ ડૉકટર આરામથી ક્લિનિક ચલાવતો હતો
શિયાવાડા ગામે આ બોગસ ડૉકટર લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા અમદાવાદ એસઓજીની ટીમે આબાદ રીતે ઝડપી લઈને ક્લિનિકલમાં રહેલો 21 હજારનો દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.