
Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ ડિમોલિશન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીની મીટીંગ દરમિયાન નિર્ણય લેવાયો છે જેમાં ચંડોળાના લોકોને ઘર આપવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારની લીલી ઝંડી બાદ AMC આ અંગે કાર્યવાહી કરશે. ચંડોળામાં ૧ ડિસેમ્બર ૨૦૧૦ પહેલા જે લોકો રહેતા હોય તે લોકોને આ બાબતનો લાભ મળશે. લાગુ પડતી શરતો પ્રમાણે સૌ લાભાર્થીઓએ દાણીલીમડા વોર્ડ ઓફીસ ખાતેથી આ અંગે ફોર્મ લઈ ભરવાના રહેશે. જો કે, કોઈ બાંગ્લાદેશીને આ નિર્ણયનો લાભ નહીં મળે.
ચંડોળા ડિમોલિશનમાં કાટમાળ દૂર કરવામાં આવશે અને કાટમાળ દૂર કર્યા બાદ પાળા દૂર કરવામાં આવશે. દબાણ દૂર કર્યા બાદ તે જગ્યાએ દિવાલ બનાવવામાં આવી રહી છે. જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે બાંગ્લાદેશી લોકોના અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના દબાણ દૂર કરાયા છે.
દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ના થાય તે માટેનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 3 કરોડના ખર્ચે 5 કિલોમીટરની વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. RCCની 5 ફૂટ ઊંચી દીવાલ બનાવાશે. કાટમાળ ખસેડીને પ્રી કાસ વોલ બનાવાઈ રહી છે.